Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

કોડીનારમાં કાયદો વ્યવસ્થા કથળી : આણંદપુર અને પણોદર ગામના લોકોનું મામલતદારને આવેદન

યુવતીઓની પજવણીના બનાવો વધ્યા, મહિલા સરપંચના પુત્રની ધરપકડ કરો

કોડીનાર, તા. ૪ : કોડીનારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઇ છે. છેલ્લા ઘણા સમયથી પી.આઇ.જી જગ્યા ખાલી છે. આવારા તત્વો બેફામ બન્યા છે. શહેરમાં સ્કૂલે જતી બાળાઓની પજવણીના પણ બનાવો વધ્યા છે ત્યારે ભોગ બનેલી બાળાઓના વાલી ફરીયાદ કરતા પણ ડર અનુભવે છે, ત્યારે છેલ્લા ચાર દિવસ દરમ્યાન તાલુકાના પણાદર ગામે તથા આણંદપુર ગામે બે અલગ અલગ તરૂણીની પજવણીના બનાવો બન્ય છે. પણોદર ખાતે બનેલા બનાવમાં ભોગ બનેલી તરૂણીના વાલીઓએ પોલીસ ફરીયાદ કરી તો સામા પક્ષે અનુ.જાતિનો તરૂણના વાલીએ સામી એસ્ટ્રોલીસીટીની ફરીયાદ કરી હતી.

જયારે પેઢાવાડા ખાતે બનેલા બનાવમાં પણ ભોગ બનેલી એક ભદ્ર સમાજની દિકરીના  વા લીએપોલીસમાં ફરીયાદ કરી છે તે અનુજાતિના પેઢાવાડાના મહિલા સરપંચના પુત્ર હોઇ આ ફરીયાદ પાછી ખેંચી લેવા નહીંતર તેમની સામે એસ્ટ્રોસીટીની ફરીયાદ કરવા ધમકી મળતી હોઇ કોડીનારના આણંદપુર તથા પણોદર ગામના લોકોએ કોડીનાર મામલતદારને એક વિસ્તૃત આવેદન પત્ર પાઠવી ભોગ બનનાર તરૂણીઓના વાલીઓ સામે કોઇ પણ ફરીયાદ થાય તો તેની સાતત્યતા તપાસવા અને ભોગ બનનારને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી.

પેઢાવાડા ગામની ઘટનામાં મહિલા સરપંચના પુત્રની પોલીસે હજુ સુધી ધરપકડ ન કરી હોઇ તેને છાવરતા હોવાના આક્ષેપો પણ આવેદનપત્રમાં કરાયા છે ત્યારે આવારા તત્વોને પાઠ ભણાવવા લોકઆક્રોશ ભભૂકયો છે.

(11:23 am IST)