Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ઉપલેટા તાલુકા પંચાયતના કર્મચારી વ્યાસને નિવૃતિ વિદાયમાન અપાયુ

ઉપલેટા તા. ૪: તાલુકા પંચાયત-ઉપલેટામાં બાંધકામ શાખામાં  વર્કચાર્જ કલાર્ક તરીકે ફરજ બજાવતા બિપીનચંદ્ર વી.વ્યાસ વય મર્યાદા પુરી થતા઼ તાલુકા પંચાયતના તમામ સ્ટાફ તથા શાખા દ્વારા વિદાયમાન અપાયુ હતું. વિદાયમાન પ્રસંગના અધ્યક્ષશ્રી પ્રમુખશ્રી લાખાભાઇ ડાંગર (પ્રતિનિધિ) તથા કારોબારી સમિતિના ચેરમેન ભુતભાઇ ચાવડા (પ્રતિનિધિ) તથા જિ.પં. રાજકોટના સદસ્ય સોમાભાઇ ચાવડા તથા પૂર્વકારોબારી સમિતિના ચેરમેન જયેન્દ્રસિંહ વાળા તથા તાલુકા વિકાસ અધિકારી બી.એમ.વ્યાસ તથા તા.પંચાયતના સ્ટાફ કર્મચારીઓ તથા બાંધકામ શાખાના અ.મ.ઇ. એચ.એમ. ભાદરકા તથા મિત્ર મંડળ દ્વારા શાલ, શ્રીફળ, પડો, પૂષ્પગુચ્છ આપીને વિશેષ સન્માન કરવામાં આવેલ હતું. બિપિનચંદ્ર વ્યાસના ધોરાજી, જામકંડોરણા, જેતપુર, રાજકોટના વર્કચાર્જ કર્મચારીઓ દ્વારા હાજરી આપી સન્માન કરવામા આવેલ હતું.

આ પ્રસંગે તાલુકાના તમામ તલાટી-કમ-મંત્રીશ્રીઓ દ્વારા પણ શ્રી બિપિનચંદ્ર વ્યાસની નોકરી દરમ્યાન કરેલ કામગીરીની ખૂબ જ સંતોષકારક, નિષ્ઠાપૂર્વક પ્રમાણિતપણે  સેવાઓ બજાવતા સૌ વતી તલાટી-કમ-મંત્રીશ્રીના પ્રતિનિધિરૂપે એસ.કે.લાંગા તથા વી.કે.જરૂ તથા બકુલભાઇ સાપરિયા તથા મયુરભાઇ વેગડા દ્વારા શાલ, શ્રીળ પડો  આપી ખાસ સન્માન કરવામા આવેલ હતું.

આખા તાલુકા સરપંચશ્રીઓ વતી ગઢાળાના સરપંચશ્રી નારણભાઇ આહિર તથા કાથરોટાના સરપંચશ્રી રામશીભાઇ આહિર દ્વારા શાલ, મીઠાઇ, પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામા આવેલ હતું.

(11:22 am IST)