Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

લેડી ડોન ભુરીનો વોન્ટેડ સાગરીત ભુરાને ઝડપી લેતી ભાવનગર પોલીસ

ભાવનગર તા.૪: ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌરએ ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસ અધિકારીઓને સુચના આપેલ.

જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન. ૭૯/૨૦૧૮ઙ્ગ ઇ.પી.કો. કલમ ૩૯૫ (ધાડ) વિગેરે મુજબ તથા સુરત વરાછા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૪૬૯/૨૦૧૯ ઇ.પી.કો. ૩૮૫ (ખંડણી)ઙ્ગ વિગેરે મુજબ ગુન્હાના કામે વોન્ટેડ આરોપી કે જેઙ્ગ સુરતની કુખ્યાત લેડી ડોન ભુરીનો સાગરીત અને બોયફ્રેન્ડ એવાઙ્ગ સંજય ઉર્ફે ભુરો હિંમતભાઇ વાઘેલા (ઉ.વ.૨૦) રહે. હાલ સુરત ધર્મનંદન સોસાયટી રંગોલી ચોકડી મુળ ગામ પાણીયા તા.જી. અમરેર્લીં વાળાને પાલીતાણા બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. મજકુર આરોપી સુરતની કુખ્યાત લેડી ડોન અસ્મીતા ઉર્ફે ભુરીનો સાગરીત છે અને પોતે પણ ભુરાના નામથી ફેમસ થયેલ અને ભુરી સાથે મળી દ્યણા ગુન્હાઓ આચરેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા યુસુફખાન પઠાણ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

(11:22 am IST)