Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સૌરાષ્ટ્ર કચ્છમાં ગણપતિ બાપા... મોરિયાનો નાદ ગુંજી ઉઠયો

ગોંડલ વાંકાનેર ધોરાજી મેંદરડા હળવદ જામકંડોરણા સહિત ગામોમાં ગણેશમુર્તિની સ્થાપના : શોભાયાત્રા છપ્પનભોગ કથા રાસગરબા સહિત વિવિધ કાર્યક્રમો

રાજકોટ તા.૪ : સૌરાષ્ટ્ર કચ્છમાં દુંદાળા દેવ ગણપતિજીનો ભાવિકોએ ઉત્સાહભેર વધામણા કરીને સ્થાપના કરેલ છે. સ્થાપના કરેલ સ્થળોએ ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપા મોરીયાના નાદ ગુંજી ઉઠે છે. શોભાયાત્રા મોદક લાડુ પ્રસાદ છપ્પનભોગ પ્રસાદ તેમજ રાસ ગરબા દ્વારા સહિત કાર્યક્રમોના આયોજનો થયેલ છે.

(11:42 am IST)