Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

મોરબીમાં કારમાં ૫૧ બોટલ દારૂ સાથે મકબુલ હુસેન પકડાયો

તસ્વીરમાં દારૂનો જથ્થો અને પકડાયેલ શખ્સ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ  મોરબી)

મોરબી તા.૪: રવાપર રોડ પરથી કારમાં દારૂના જથ્થા સાથે નીકળેલ એક શખ્સને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાની સુચના હેઠળ મોરબી સીટી એ ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ વી.કે.ગોંડલીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઇ પરમાર, જયદીપ સિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ ઝાલા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોરબી રવાપર રોડ નજીક એક કારની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ચાર ચાલકનું નામ અને સરનામું પુછતા તેને પોતાનું નામ મકબુલ હુસેન ઇસ્માઇલભાઇ મન્સૂરી (રહેવાસી મોરબી)હોવાનું જણાવ્યું હતુ. કારની તપાસ કરતા પાસ પરમીટ વગર કે આધાર વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૧ બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિ.૨૫૫૦૦ જેટલી હતી. પોલીસે આરોપી મકબુલહુશેનની ધરપકડ કરી ૩,૩૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(11:21 am IST)