Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

વિરપુર પાસેના છાપરવાડી-૨ ડેમ ઓવરફલો

જેતપુરઃ તાલુકાના મેવાસા, કેરાળી, જાબુંડી, લુણાગરા, રબારીકા, જેપુર, નાના ભાદરા મોટા ભાદરા તેમજ મોટા ભાદરા જેવા આઠ ગામોના ખેડૂતોની ૩૬૫૦ હેકટર ખેતીની જમીનના સિંચાઈ માટે ઇસ ૧૯૮૪જ્રાક્નત્ન છાપરવાડી નદી પર છાપરવાડી-૨ ડેમ બનાવવામાં આવ્યો હતો,આ ડેમની પાણી સંગ્રહ શકિત ૫૮૫ એમસીએફટી ફૂટ છે જે ડેમ છેલ્લા ત્રણ વર્ષથી નહિવત વરસાદને કારણે ઉનાળાની શરૂઆતમાં જ તળિયા ઝાટક થઈ જતો જેમાય ગત વર્ષ તો ચોમાસામાં પણ તળિયા ઝાટક જ રહ્યો હતો જેથી સરકારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ડેમમાં કાંપ કઢાવતા ડેમની પાણીની સંગ્રહ શકિત વધી હતી. છેલ્લા બે દિવસથી ડેમના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદથી ડેમ ગત મોડી રાતે ઓવરફ્લો થઈ જતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો. હજુ તો મહિના પૂર્વે જે ડેમના પટમાં વાહન વ્યવહાર ચાલતો હતો તે ડેમ ઓવરફ્લો થઈ જતા ડેમના પાણીને સિંચાઈ માટેના લગતના ગામોના ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ હતી.તસ્વીરમાં ડેમમાં દરવાજામાંથી વહેતું પાણી નજરે પડે છેે(તસ્વીર-કિશન મોરબીયા)

(11:20 am IST)