Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

જૂનાગઢના ભવનાથમાં નારાયણ ધરામાં બે યુવાનો તણાયા કલાકના રેસ્ક્યુ બાદ હેમખેમ બહાર કાઢ્યા

એક યુવાન બહાર આવવામાં સફળ :બીજો વૃક્ષમાં ફસાઈ ગયો

 

જુનાગઢમાં ગિરનાર પર્વત પર અતિ ભારે વરસાદને કારણે ગિરિકંદરામાંથી પાણીના ધોધ વહેવા લાગ્યા હતાં.જેને લઇને ભવનાથ વિસ્તારમાં આવેલ નારાયણ ધરા માં પુર આવતા નહાવા પડેલા બે યુવાનો તણાવા લાગ્યાં હતાં. એક યુવાન બહાર આવી ગયો હતો જયારે અન્ય વૃક્ષ પર ફસાયો હતો. જેને એક કલાકના રેસ્કયુ બાદ હેમખેમ બચાવી લેવાયો હતો.

   આજે બપોરના સમયે વાતાવરણમાં પલ્ટો આવતા જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડતા ચારો તરફ પાણી પાણી થઇ ગયુ હતું. જૂનાગઢ સહિત આસપાસના શહેરીજનો વરસાદની મજા માણવા ભવનાથ તળેટી ખાતે પહોંચી ગયા હતા અને વરસાદની મજા માણી હતી જેમાં નારાયણ ધરામાં ન્હાવા પડેલા બે યુવાનો પુરના પાણીમાં ખેંચાવા લાગ્યાં હતાં. બે પૈકી એક યુવાન કાંઠા પર આવી જવામાં સફળ રહયો હતો જયારે અન્ય વૃક્ષ પર ફસાઇ ગયો હતો. પુરના પાણી વચ્ચે યુવાન ફસાઇ જતાં લોકોએ મહાનગરપાલિકા ફાયર શાખાને જાણ કરતા ફાયર વિભાગના અધિકારી ભુમીત મીસ્ત્રી તેમજ સ્ટાફ તાત્કાલિક નારાયણ ધરે પહોંચી ઝાડ પર ફસાયેલ યુવક મિથુનભાઇ પ્રદિપભાઇ પરમારને દોરડા વડે બચાવી લીધો હતો.

(11:06 pm IST)