Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

અમરેલીના ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદ : સ્ટેટ હાઇવે બંધ કરવો પડ્યો

 

અમરેલીઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજા અવીરતપણે હેત વરસાવી રહ્યાં છે.અમરેલી પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. અહીં ખાંભા, રાજુલા, જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો.

 

અમરેલી જિલ્લામાં સાર્વત્રિત વરસાદ નોંધાયો હતો અહીં ખાસ કરીને ખાંભાથી ટીંબી, ઉના, શાણા વાંકિયા જતા રસ્તા પર પાણી ભરાયા હતા. વરસાદને કારણે ખાંભાથી લોર, ટીંબી, ઉના જતો સ્ટેટ હાઇવે 30 મિનિટ સુધી બંધ કરવામાં આવ્યો હતો. માણસા નજીક વરસાદી પાણી રોડ પર આવતા રોડ બંધ કરવાની ફરજ પડી હતી

 

(8:48 am IST)