Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

તાલાલાનો હીરણ-૨ ડેમ છલોછલ :ગમે ત્યારે ડેમના દરવાજા ખોલાશે : નિચાણવાળા ગામોને સતર્ક કરાયા

નદીના પટમાં અવર જવર નહિ કરવા ,પશુઓને પટમાં ન ચરાવવા અને સાવચેત રહેવા સૂચના

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ઉમરેઠી ગામ પાસે આવેલ હીરણ-૨ ડેમમાં પાણીની આવક વધવાના કારણે ડેમમા ૧૦૦ ટકા ભરાયો છે

  . ડેમનું લેવલ ૭૧.૨૬ મીટર છે. પાણીની ઉંડાઈ ૮.૮૪ મીટર છે. પાણીનો જથ્થો ૩૫.૦૨૫૪ એમ.સી.યુ.એમ છે. પાણીની આવક ૫૨૪.૮૪ ક્યુસેક છે. તથા રૂલ લેવલ ૭૧.૨૬ મીટર જાળવવા માટે ગમે ત્યારે ગેટ ખોલવામાં આવશે. જેથી ડેમના નિચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા તેમજ પશુઓને પટમાં ન ચરાવવા તથા સાવચેત રહેવા માટે જે તે ગામના લોકોને સુચના આપવામાં આવી છે.

(12:02 am IST)