Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

અમરેલીમાં એસબીઆઈ બેન્કમાં મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યા : 1,36 કરોડની ચોરી કરીને તસ્કરો ફરાર :સનસનાટી ;ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા

SBIની પાછળ માર્ગ મકાન વિભાગની ઓફિસમાં બાકોરું પાડીને બેંકમાં ઘુસીને આ ચોરીને અંજામ આપ્યો ફોટો SBI

 

   

અમરેલીની SBI બેંકમાં જ 1 કરોડ અને 35 લાખની ચોરી થઇ હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે .

જાણવા મળતી વિગત મુજબ અમરેલીની નાગનાથ શાખામાં કાલે મોડી રાતે બેંકના પાછળની બાજુએ બાકોરૂં કરીને તસ્કરોએ 1 કરોડ 35 લાખની ચોરી કરી હતી.

   વધુમાં જાણવા મળ્યા મુજબ SBIની પાછળ માર્ગ મકાન વિભાગની ઓફિસમાં બાકોરું પાડીને બેંકમાં ઘુસીને આ ચોરીને અંજામ આપ્યો હતો.

આ ચોરી અંગે બેંકના મેનેજરે કંઇપણ કહેવાની સ્પષ્ટ ના કહી દીધી છે પરંતુ સૂત્રો પ્રમાણે 1 કરોડ 35 લાખની ચોરી થઇ હતી.

   ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી છે. બેંક બ્રાંચ અને માર્ગ મકાન વિભાગની ઓફિસના સીસીટીવી પણ ચેક કરવામાં આવશે.

(3:54 pm IST)