Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

માધવપુર (ઘેડ)ના દરિયાકાંઠે મળેલા શંકાસ્‍પદ નશીલા પદાર્થના ૨૨ પેકેટોની એફએસએલ દ્વારા ચકાસણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૪ : માધવપુર (ઘેડ) અને પાતા ગામ વચ્‍ચે દરિયાકાંઠે તણાય આવેલા શંકાસ્‍પદ નશીલા પદાર્થના ૨૨ પેકેટો પોલીસે કબ્‍જે કરીને ચકાસણી માટે એફએસએલને મોકલી આપેલ છે. એફ.એસ.એલ.ના રિપોર્ટ આવ્‍યા બાદ શંકાસ્‍પદ પેકેટોમાં ચરસ કે અન્‍ય ડ્રગ્‍સ ? તે જાણી શકાશે.

માંગરોળના દરિયાકાંઠેથી ૩૯ કિલો ચરસનો જથ્‍થો મળી આવ્‍યા બાદ સૌરાષ્‍ટ્રની દરિયાઇ પટ્ટીના એલર્ટ જાહેર કર્યા બાદ પોલીસ સ્‍ટાફે પેટ્રોલીંગ શરૂ કરેલ. દરમિયાન માધવપુર અને પાતા ગામ વચ્‍ચેના દરિયાકિનારે કાંઠા નજીક શંકાસ્‍પદ પદાર્થ ભરેલા ૨૨ પેકેટ બિનવારસુ મળી આવ્‍યા હતા અને તેનો કબજો લઇ એફએસએલ તપાસ માટે મોકલી અપાયા હતા છે. મળી આવેલા પેકેટ માંગરોળથી મળી આવેલ પેકેટ જેવા જણાતા તે ચરસ કે અન્‍ય ડ્રગ્‍સના છે કે કેમ ? તે એફએસએલના રીપોર્ટ બાદ જાણી શકાશે. હજુ પોલીસ દ્વારા દરિયાઇ પટ્ટી પર ચેકીંગ ચાલી રહ્યું છે.

(1:41 pm IST)