Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

હળવદની શાળા-કોલેજના વિદ્યાર્થીઓને e-FRI વિશે માહિતી અપાઈ

 હળવદ : શહેરની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને ઇ-એફ.આર.આઈ. વિશે માહિતી અપાઈ હતી. જેમાં પોલીસે વાહન ચોરીની ઓનલાઈન ફરિયાદ કેવી રીતે નોંધી શકાય તેની સમજણ આપી હતી.હળવદની ડી વી રાવલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને ઇ-એફ.આર.આઈ.વિશે માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. એ.એસ.પી. અતુલકુમાર બંસલ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને ઇ-એફ આર.આઈ.વિશે સંપૂર્ણપણે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. જ્‍યારે હળવદની તક્ષશીલા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને હળવદ પીઆઇ એમ.વી.પટેલે તમારા વાહનોની ચોરી થાય તો તુરંત જ પોલીસ સ્‍ટેશને ગયા વગર કેવી રીતે ફરિયાદ કરી શકાય અને લોકોને પણ આ અંગે મદદરૂપ બની શકાય તે અંગે માર્ગદર્શન આપ્‍યું હતું.(તસ્‍વીર-અહેવાલ : દીપક જાની હળવદ)

(11:36 am IST)