Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

અમરેલીનો પોકસોનો આરોપી ઝડપાયો

અમરેલીઃ તાલુકા ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૪૯૭/૨૦૨૨ આઇપીસી ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ ક. ૧૮ મુજબના કામે સગીરવયની બાળાના અપહરણના ગુન્‍હામાં બે માસથી નાસતા ફરતા આરોપીને તથા ભોગ બનનારને અમદાવાદ, હાટકેશ્વર રોડ, ભાઇપુરા વિસ્‍તારમાંથી ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ. આ કામે આગળની કાર્યવાહી થવા સારૂ મજકુર ઇસમ તથા ભોગ બનનારને અમરેલી તાલુકા પો.સ્‍ટે. ખાતે સોંપી આપેલ છે. પકડાયેલ કેદી વિજફ મેઘજીભાઇ ભોજવીયા (ઉવ.૨૫) ધંધો.-મંજુરી, રહે. સુરત, કાપોદ્રા વિસ્‍તાર, કૃષ્‍ણનગર ઝુપડપતી, મુળ -ધાર પીપળા તા. રાણપુર જી.બોટાદ હાલ અમદાવાદ, હાટકેશ્વર રોડ ભાઇપુરા છે.  આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સુચના હેઠળ પી.બી.લક્કડ, પો.સબ.ઇન્‍સ. પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્‍કવોર્ડ જોડાયેલ હતા.

(10:47 am IST)