Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ભાવનગરના સિહોરમાં બપોર બાદ અડધો ઇંચ વરસાદ: પાલીતાણા અને જેસરમાં હળવા ઝાપટા

( વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર: ભાવનગર શહેરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે પાલીતાણા અને જેસરમાં હળવા ઝાપટા વરસી ગયા હતા.
ગોહિલવાડ પંથકમાં સિહોરમાં આજે બપોરે અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ક્યારે પાલીતાણા અને જેસરમાં માત્ર હળવા ઝાપટા વરસી ગયા હતા. જિલ્લાના અન્ય તાલુકામાં આજે સવારથી સાંજ સુધી વરસાદ પડયો નહોતો.
આજે સવારના 6 થી સાંજના 6  દરમિયાન ભાવનગરના સિહોરમાં 14 મી.મી. પાલીતાણામાં 4 મી.મી. અને જેસર માં 1 મી.મી વરસાદ નોંધાયો છે.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 ટકા અને પવનની ઝડપ 8 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી

 

(7:00 pm IST)