Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

જૂનાગઢની મુસ્લિમ મહિલાને ૧૬ માસથી ભરણ પોષણની રકમ ન ચુકવતા કફોડી સ્થિતીમાં મુકાયેલ મહિલાએ પ્રદિપસિંહ જાડેજાને રજુઆત કરતા તેના પતિને સમજાવતા અડધી રકમ જમા કરાવતા મહિલાએ હર્ષના આંસુ સાથે ડીવાયએસપીને રાખડી બાંધવાની ઇચ્છા વ્યકત કરી

જૂનાગઢ,તા. ૪: સુખનાથ ચોક ખાતે રહેતા શબાનાબેન (નામ બદલાવેલ છે.) જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘને રૂબરૂ મળી, પોતાની આપવીતી જણાવેલ કે, પોતાના લગ્ન જામનગર ખાતે થયેલા હતા, પોતાનો પતિ એક સારી નામાંકિત હોટલમાં એચ.આર. મેનેજર તરીકે ફરજ બજાવે છે. પોતાનો ઘર સંસાર થોડો સમય સારી રીતે ચાલેલ હતો. પરંતુ ત્યારબાદ પોતાના પતિ તથા સાસરિયા પક્ષ સાથે અણ બનાવ થતા, પોતે છેલ્લા સાત વર્ષથી પોતાના પિયર જૂનાગઢ આવી ગયેલા હતા. આ બાબતે પોતે કોર્ટમાં કેસ દાખલ કરીને માસિક રૂ. ૪,૫૦૦/- ભરણ પોષણની રકમ નક્કી કરવામાં આવેલ હતી. પોતે પોતાની વયો વૃદ્ઘ માતા સાથે રહેતી હોઈ, પોતે બીમાર હોઈ, પોતાના ઘરમાં કોઈ કમાવવા વાળું પણ નથી. લોક ડાઉન પહેલા અને લોક ડાઉનના સમયમાં પોતાના પતિ દ્વારા કોઈ ભરણ પોષણ ની રકમ જમા નહિ કરાવતા, હાલમાં ભરણ પોષણની ૧૬ મહિનાની રકમ સિત્ત્।ેર હજાર જેટલી ચડી ગયેલ છે. કોર્ટ દ્વારા અવાર નવાર સમન્સ વોરંટ નોટિસ કાઢવામાં આવે છે, પણ જામનગર મોકલતા, બજયા વગર પરત આવી જાય છે. પોતાની ભરણ પોષણની રકમ નહીં આવતા, પોતાની તથા પોતાના માતાની હાલત કફોડી થઈ ગયેલ છે. જેથી, પોતાની ભરણ પોષણની રકમ તાત્કાલિક જમા થાય એવી વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવેલ હતી.

આ બાબતે મુસ્લિમ મહિલાને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા પાસે મદદ કરવા ઘટતું કરવા સુચનાઓ કરવામાં આવેલ હતી. જેથી જામનગરના તત્કાલીન ડીવાયએસપી એ.બી.સૈયદનો સંપર્ક કરી, પતિને બોલાવી, કાયદાની સમજ કરાવતા, પતિ દ્વારા તત્કાલિક ભરણ પોષણ ની અડધી રકમ જમા કરાવી દીધેલ અને બાકીની રકમ પણ જમા કરાવવા બાંહેધરી આપેલ હતી. કોર્ટમાં પણ સમાધાન કરવા સહમત થયેલ હતા. જૂનાગઢ પોલીસની સંવેદનાપુર્ણ કાર્યવાહીથી મુસ્લિમ મહિલાના ૧૬ માસથી અટવાઈ પડેલા પ્રશ્નનો અંત આવતા, જૂનાગઢ પોલીસના માનવીય અભિગમથી મુસ્લિમ મહિલા ભાવ વિભોર થયેલ હતી.

રક્ષા બંધનનો તહેવાર હોઈ, જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે મૂસ્લિમ મહિલા અચાનક આવી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રાખડી બાંધવાની ઈચ્છા વ્યકત કરતા, પોતાના દ્યરમાં પોતાને કોઈ ભાઈ નહીં હોય, કપરા સંજોગોમાં જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરતા, પોતે પોતાના ભાઈ એવા જૂનાગઢ પોલીસના રક્ષા માટે રાખડી બાંધતા હોઈ એવું જણાવી, જૂનાગઢ પોલીસ દ્વારા પોતાના પરિવારની જેમ પડખે ઉભા રહી, માનવતા દેખાડવા બદલ આભાર વ્યકત પણ કરવામાં આવેલ હતો.

(12:57 pm IST)