Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

મહુવામાં ફાતેમાં સોસાયટીમાં શ્રાવણીયો જુગાર રમતાં ૧૫,૮૨૦ના મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા

ભાવનગર, તા.૪:ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યના બાતમીરાહે હકિકત મળેલ કે, સાદીકઅલી અબ્દુલભાઇ કુરેશી રહે. ફામેમા સોસાયટી, મહુવા વાળાના મકાન પાસે જાહેર જગ્યામાં ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્ત્।ીનો હાર જીતનો જુગાર રમે છે. જે હકિકત આધારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૫ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્ત્।ીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમા નં. (૧) સાદીકઅલી અબ્દુલભાઇ કુરેશી ઉ.વ.૪૨ રહે.ફાતેમા સોસાયટી, મહુવા (૨) મહમદસાજીદ રજાકભાઇ કુરેશી ઉ.વ.૨૭ રહે. ફાતેમા સોસાયટી, મહુવા(૩) હરેશભાઇ વેલજીભાઇ વાળા ઉ.વ.૪૨ રહે.જુનો કુભારવાડો, મહુવા (૪) જીતેન્દ્રભાઇ વનમાળીભાઇ પીઠવા ઉ.વ.૪૫ રહે.કાપડીયાનગર, મહુવા (૫) અબ્દુલરજાક નાનુભાઇ વડીયા ઉ.વ.૪૦ રહે.આસીયાના સોસાયટી, મહુવા વાળાઓ સાદીકઅલી અબ્દુલભાઇ કુરેશી રહે. ફામેમા સોસાયટી, મહુવા વાળાના મકાન પાસે જાહેર જગ્યામાં ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્ત્।ીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન છએ ઇસમો ગંજી પત્ત્।ાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂ.૧૫,૮૨૦/- મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરાઙ્ગ તથા એલ.સી.બી. પો.સ.ઇ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. જે.આર.આહિર તથા . તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:35 am IST)