Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જામકંડોરણામાં કલા મહાકુંભ ર૦૧૮નો કેબીનેટ મંત્રી રાદડીયાના હસ્તે પ્રારંભ

ર૦૦૦થી વધુ કલાકારો સાથે કુલ ૧૦૭ ટીમે કલાના ઓજસ પાથર્યા

જામકંડોરણામાં રાજકોટ જીલ્લા કક્ષા (ગ્રામ્ય) કલા મહાકુંભનો પ્રારંભ દિપ પ્રાગટય દ્વારા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ કર્યો તે પ્રસંગની તસ્વીરમાં ઉપસ્થિત મહાનુભાવો તથા કલાના ઓજસ પાથરતા કલાકારો નજરે પડે છે. (તસ્વીર : મનસુખ બાલધા)

 જામકંડોરણા તા. ૪ :.. ગુજરાત સરકારશ્રીના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃવિઓ વિભાગ તેમજ કમીશ્નરશ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જીલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી રાજકોટ ગ્રામ્ય સંચાલીત જીલ્લા કક્ષાનો તા. ર થી ૪ સુધી ત્રિદિવસીય કલા મહાકુંભ-ર૦૧૮ શ્રી સરદાર પટેલ સાંસ્કૃતિક ભુવન જામકંડોરણા ખાતે અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ છે.

આ કલામહાકુંભનો પ્રારંભ કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવેલ મંત્રીશ્રીએ લોકનૃત્ય, રાસ-ગરબા, ભરત નાટયમ, કથ્થક, ઓડીસી સહિતના નૃત્ય નીહાળી પ્રસન્નતા વ્યકત કરી હતી. આ પ્રસંગે મંત્રી રાદડીયાએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન થયું છે. રાજયભરમાં બાળકો અને યુવાનોની કલા સંસ્કૃતિ ઉજાગર કરવા માટે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ કાર્યરત છે. બાળકો અને યુવાનોમાં પડી રહેલા કલા વારસાનો ઉજાગર કરવાનું પ્લેટ ફોર્મ આજના આ યુવાનોને મળે તે માટે રાજય સરકારના પ્રયાસ છે.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, રાજકોટ જીલ્લા દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, પ્રાંત અધિકારી તુષાર જોષી, જામકંડોરણા, મામલતદાર અપારનાથી, ભીમજીભાઇ બગડા, કાનજીભાઇ પરમાર, કરશનભાઇ સોરઠીયા, રાજકોટ રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ તેમજ ભાગ લેનાર કલાકારો તેમજ શાળાના શિક્ષકોએ હાજરી આપી હતી. (પ-૮)

(12:43 pm IST)