Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

કોડીનારના વડનગર ખાતે મહિલા સંમેલન સંપન્ન

સમૃધ્ધિ આવતા સ્ત્રીભ્રૃણ હત્યા વધીઃ રૈયાબેન

ગીર સોમનાથઃ કોડીનાર તાલુકાના વડનગર ખાતે જીલ્લા પંચાયતના મુખ્ય શ્રીમતી રૈયબેન જાલંધરાના અધ્યક્ષસ્થાને બેટી બચાવો બેટી બઢાવો અંતગર્ત જીલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં મહાનુભાવોએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, લંડનમાં માત્ર ૪ સોનોગ્રાફી મશીન છે, જયારે મુંબઇમાં ૪૮૦૦ અને ભારતમાં એક લાખથી વધુ સોનોગ્રાફી મશીન છે. આ મશીનો અનેક રોગના ઇલાજની તપાસણી માટે ઉપયોગી છે પરંતુ આપણે આ વરદાનરૂપ મશીનોને સ્ત્રી ભૃણની ચકાસણી માટે ઉપયોગી કરી અભિશાપ બનાવ્યા છે.

ગુજરાત, 'પંજાબ, હરીયાણા જેવા સમૃધ્ધ રાજયો છે જયાં સમૃધ્ધિ આવી પૈસો આવ્યો ત્યાં પુરૂષની સરખામણીએ મહિલાઓની સંખ્યા દર એક હજારે નવસોથી નીચે છે અર્થાત સમૃધ્ધિનો આપણે દુરૂપયોગ કરી પુરૂષ-મહિલાનું સંમેલન આપણે બગાડી સમાજ પર મોટી ખરાબ અસરો પાડી રહ્યા છીએ.

૩૦૦ ઉપરાંત મહિલાઓની ઉપસ્થિતિમાં યોજાયેલ મહિલા સંમેલનમાં જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રતાપભાઇ ડોડીયા, સા.ન્યાય સમિતિના ચેરમેનશ્રી કિરણબેન સોસા, ડો.જીજ્ઞાબેન ઝાલા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.આચાર્ય, જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ મણીબેન રાઠોડ, અંબુજા ફાઉન્ડેશનના શ્રી અજીતસિંહ સહિતના મહાનુભાવોએ સ્ત્રી ભૃણ હત્યા બંધ કરવા સાથે કન્યા શિક્ષણ પર ભાર મૂકયો હતો.

કાર્યક્રમના પ્રારંભે ડો.શિલ્પા ઝણકાતે સ્વાગત પ્રવચન, ડો.પરમારે ઓરી-રૂબેલા રસીકરણ વિશે જાણકારી આપી હતી. આભાર દર્શન ડો.એમ.આર.પઢિયારે કર્યુ હતું.(૨૩.૪)

(12:42 pm IST)