Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વેરાવળ-ભીડીયા સોમનાથમાં ગેરકાયદે બાંધકામના કારણે લોકો પરેશાન

વેરાવળ સોમનાથ વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતથી નાના મોટા  ૧૦૦૦ થી વધારે બાંધકામો થયેલ છે પાલિકા દ્રારા અનેક વખત  નોટીસ આપી પગલા લેવાના નાટકો કરાય છે પણ કોઈ બાંધકામો ઉપર કાર્યવાહી કરાયેલ નથી.

વેરાવળ સોમનાથ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમય થી ૧૦૦૦ થી વધારે ગેરકાયદેસર બાંધકામો ખડકલો થયેલ હોય જેમાં હજુ  પણ ર૦૦ થી ૩૦૦ બાંધકામો ચાલી રહેલ છે મુખ્ય વિસ્તારો તેમજશહેર ની એનક સોસાયટીઓમાં બેરોકટોક પણે પાલિકા ના  પદાધિકારીઓ,અધિકારીઓ દ્રારા આંખ આડા કાન કરી આ બાંધકામો થઈ રહેલ છે અનેક ફરીયાદો કરેલ હોય કલેકટર, મુખ્યમંત્રી ફરીયાદ નિવારણ તેમજ કોર્ટે પણ આ ગેરકાયદેસર  દબાણો તાત્કાલીક દુર કરવા અનેક વખત જણાવેલ હોય પણ નગરપાલિકા દ્રારા કોઈપણ કામગીરી કરાતી નથી.

અનેક કીમતી વિસ્તારોમાં સરકારી રોડ ઉપર બાંધકામો થયેલ છે તેમજ પાર્કીગ માટેની કોઈપણ જગ્યા છોડાયેલ નથી જે  મોટા રોડ હતા તે ફકત પ થી ૧૦ ફુટ ના રહી ગયેલ છે જયારે  ગુજરાતભરમાં મુખ્યમંત્રી,પોલીસ તંત્ર દ્રારા ગેરકાયદેસરબાંધકામોતેમજ પાર્કીગ ની ઝુંબેશ ચાલી રહેલ છે ત્યારે વેરાવળ સોમનાથ નગરપાલિકા ગેરકાયદેસર બાંધકામોને વેગ આપી રહેલ છે જેથી  તાત્કાલીક આવા ગેરકાયદેસર બાંધકામો સામે પગલા લેવા માંગ ઉઠી છે.(૨૨.૨)

(12:41 pm IST)