Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જૂનાગઢમાં બેટી બચાવો બેટી પઢાવો વિષયે યોજાયો સેમિનાર

 જૂનાગઢઃ રાજય સરકારશ્રી દ્વારા મહિલા સશકિતકરણ પખવાડીયાની થઇ રહેલ ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ તથા માહિતી અને પ્રસારણ વિભાગ સંયુકત ઉપક્રમે ગાંધીગ્રામ સ્થિત ઈન્ડીયન મેડીકલ એશોસીયેશન સંચાલીત હોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો વિષયે સેમિનારને ખુલ્લો મુકતા જૂનાગઢનાં મેયર સુશ્રી આદ્યશકિતબેન મજમુદારે જણાવ્યુ હતુ કે રાજય સરકાર મહિલા અને બાળ કલ્યાક્ષેત્રે અનેકવીધ કલ્યાણકારી યોજનાઓ બનાવી છે, રાજયની સરકાર દ્વાર એક પખવાડીયા સુધી મહિલાઓની શકિતઓને નિખાર આપવા, મહિલા જાગૃતી અર્થે કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. બહેનોને કાયદાઓથી જાગૃત બની સમાજોપયોગી કાર્યોમાં મહિલાશકિતને જોડવા આહવાન કર્યુ હતુ. આ પ્રસંગે મહિલાસુરક્ષા સમીતિનાં ઉપાધ્યક્ષા સુશ્રી જયોતીબેન વાછાણીએ મહિલા કયારેય અબળા હોતી જ નથી મહિલા હમેંશા સબળા જ હોય એમ વાત કરતા જણાવ્યુ હતુ કે આપણી પ્રાચિન પરંપરા અને આપણાં ધર્મોએ ભારતદેશમાં મહિલાઓને અદકેરૂ સ્થાન આપ્યુ છે, ગુજરાતમાં રાજયની સરકારે મહિલા સુરક્ષા સમીતિના માધ્યમે સ્ત્રી સુરક્ષાલક્ષી અનેક પગલા લીધા છે, જયાં પણ બહેનોને સહાયની આવશ્યકતા હોય ત્યારે જયોતીબેનને કયારેય પણ ફોન અથવા પ્રત્યક્ષ મળી રજુઆત કરજો, ત્વરીત મદદ મળી રહેશે તેવી હૈયાધારણા આપી હતી. પી.એન.ડી.ટી. સમિતિનાં ચેરમેન સૂશ્રી સાધનાબેન નિર્મળે ઉપસ્થિત બહેનોને સંબોધતા જણાવ્યુ હતુ કે સ્ત્રીભૃણ હત્યા નિવારણ માટે બહેનોએ જ આગળ આવવુ પડશે, દરેક બાપને હમેંશા દિકરી વહાલી જ હોય ત્યારે દિકરીને જન્મતી ના અટકાવીએ, જિલ્લા પંચાયતનાં સદસ્યા સુશ્રી ભારતીબેન કુંભાણી અને ઉમાબેને બહેનો માટે જિલ્લા પંચાયત દ્વારા હાથ ધરાતી પ્રવૃતિની રૂપરેખા આપી હતી. આસસ્ટન્ટ કલેકટર ગંગાસિંહે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ દ્વારા બહેનો આર્થિક ઉન્નતિ હાંસલ કરી પરિવારને ઉપયોગી બને તેવા હુન્નરમાં જોડાય તેવી વાત કરી હતી. બ્રહ્માકુમારીઝનાં રીટાબેને ધર્મ અને સમાજમાં બહેનોનું સન્માન અને સ્થાન વીશે જાણકારી આપી હતી. કાર્યક્રમ પુર્વે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.એ. મહેતાએ આમંત્રીતોને આવકારી સેમિનારનો હાર્દ રજુ કરતા જણાવ્યુ હતુ કે સેમિનારમાં ઉપસ્થિત મહિલાઓને ભૃણ પરીક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ, સુકન્યા સમૃધ્ધી યોજનાની જાણકારી, બેટી બચાવો બેટી પઢાવોનાં વ્યાખ્યાનો, દીકરીઓનાં સામાજીક મુલ્યમાં વૃધ્ધી, મોભાની જાળવણી અને સ્વનિર્ભરતા જેવા આનુસાંગિક વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે, આ તકે અભયમ હેલ્પ લાઇન, ૧૦૮, ૧૮૧, નારી અદાલત, મહિલાકાનુન સહિત સેવાઓની વિસ્તૃત માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમનું આભાર દર્શન ડો. સી.એ. મહેતાએ અને કાર્યક્રમને સફળ બનાવવા લક્ષ્મીબેન પરમાર અને ડો. સંજીવકુમારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. હારૂનભાયાએ કર્યુ હતુ. આ સેમિનારમાં ગ્રામ્ય અને શહેરકક્ષાએથી વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી મહિલાકલ્યાણની યોજનાઓથી જાણકારી હાંસલ કરી હતી.(અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાધેલા. જૂનાગઢ)(૨૨.૪)

(12:40 pm IST)