Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મેંદરડા તાલુકાનાં ગામોમાં સ્વચ્છ સર્વેક્ષણ માટે કેન્દ્રીય ટીમ ગ્રામ્ય મુલાકાત લેશે

 જૂનાગઢ, તા.૪: જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાના ગામોમાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮ અનવ્યે મેંદરડા તાલુકામાં કેન્દ્રની ટીમ મુલાકાત ઓગષ્ટ માસની ૩૧ તારીખ સુધી લેનાર છે. તાલુકા વિકાસ અધિકારી એન.ટી.બોરીચા અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગભરૂભાઇ આર. લાલુએ મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા લોકોને આ સર્વેક્ષણ કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કરતા જણાવ્યુ છે કે દ્યન કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો, સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણની સ્પર્ધામાં સૈા પોતાનું ગામ સાથે મળીને સ્વચ્છ બનાવે, સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮ ને એક જન આંદોલન તરીકે સ્વીકારી ગામની સ્વચ્છતાને સ્વીકારી અને ગંદકીને નિવારીને બિમારીને તિલાંજલી આપવી,સરકારી મિલકતોનું સૈાએ સાથે મળીને જતન કરવુ, અને પંચાયતનાં વેરા નિયમિત ભરીને સ્વચ્છ સર્વેક્ષણમાં સહયોગી બની રહીએ.(૨૩.૨)

(12:39 pm IST)