Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

કોડીનારમાં જુગાર રમતા ૩ મહિલા સહિત પ પકડાયા

કોડીનાર તા.૪: ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને રૂ. ૩૩૦૦નાં મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડયાની કોડીનાર ટાઉનનાં હેડ કોન્સ્ટેબલ કાળુભાઇ ગઢવીએ ફરીયાદ નોંધાવેલ છે.

આ બનાવની વિગત એવી છે કે પ્રદિપભાઇ વિશાલભાઇ તથા કોન્સ્ટેબલ કંચનબેન સહિતના પોલીસ સ્ટાફ સરદાર નગર સોસાયટીમાં પહોંચતા બાતમી મળેલ કે મધુવન સોસાયટીમાં જાહેરામાં અમુક ઇસમો તીનપતિનો જુગાર રમાય છે. જેથી રેઇડ કરતા જોઇને ભાગવા જતાં (૧) હનિફભાઇ અલારખાભાઇ બાનવા, (ર) વિવેકભાઇ અશોકભાઇ વાઘેલા, (૩) લાભુબેન રમેશભાઇ ભુવા, (૪) સલમાબેન અલારખા બાનવા, (પ) લાભુબેન કિશનભાઇ બાંભણીયા આ પાંચેય ઇસમોને રૂ. ૩૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(૧.૯)

(12:38 pm IST)