Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

હળવદના ઠુંગરપુર ગામે દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર : હળવદ પંથકમાં બુટલેગરો રાત્રીના સમયે પંથકના છેવાડાના ગામોની સીમ વિસ્તારમાં વિદેશી ઉતારી કટીંગ કરી વેપલો કરતાં હોવાથી ફરીયાદો ઉઠી હતી ત્યારે હળવદ  પી.આઈ એમ. આર સોલંકી ,દેવેન્દ્ર સીહ ઝાલા, ગંભીરસીહ ચૌહાણ, પંકજભાઈ ગઢવી સહીતના ઓ ચરાડવા બીટ વીસ્તારમા પ્રેટોલીંગમા હતા તે અરસામાં મળેલ બાતમીના આધારે તાલુકાના ઠુંગરપુર ગામની સીમ વિસ્તારમાં વસંત કાનજી વાણીયા રહે પીપળી તા ધ્રાંગધ્રા વાળાએ વિક્રમ રાણા કોળીની વાડીએ વિદેશી દારૂ ઉતાર્યા હોય જેના પર પોલીસે દરોડો પાડતાં ઈગ્લીસ દારૂની બોટલ નંગ ૫૮૦ તેમજ બીયરના ટીન નંગ ૨૪ મળી કુલ ૬૦૪૦૦ નો મુદ્દા માલ મળી આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા આરોપી વિક્રમ અને વસંત સામે ગુનો નોંધી ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.(૨૩.૬)

(12:36 pm IST)