Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિની કમિશ્નરની ઉપસ્થિતિમાં

જામનગર શહેર જીલ્લા કક્ષાની સ્કુલબેન્ડ સ્પર્ધા સંપન્ન

જામનગર, તા.૪: ઓગષ્ટ ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા રાજયના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ-અલગ વયજુથના કલા પ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા/ઝોન કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજયકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજયની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજય કલા મહાકુંભનું સુચારૂ આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે જામનગર શહેરકક્ષાની સ્કુલબેન્ડની સ્પર્ધા સેન્ટ ફ્રાન્સીસ સ્કુલ, જામનગરના મેદાન ખાતે યોજવામાં આવેલ હતી. જેમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશ્નરશ્રી સતિષ પટેલ આ સ્પર્ધાની ઓચીંતી મુલાકાત લઇને સ્કુલ બેન્ડ સ્પર્ધાના આયોજન-સંચાલનનું નિરીક્ષણ કરેલ હતુ. જેમાં ૧૪૪ જેટલા કલાકારોએ ભાગ લીધેલ હતો તેમજ તેમના હસ્તે વિજેતા થયેલ કલાકારોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ હતા.

આ સ્પર્ધામાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રી એન.ડી.વાળા, સેન્ટ ઝેવીયર્સ સ્કુલ તથા સેન્ટ ફ્રાન્સીસ સ્કુલના પ્રિન્સીપાલશ્રીઓ, પ્રાંત યુવા વિકાસશ્રી બી.એ.જાડેજા, બી.પી. પરમાર, એમ.જે. ઠાકોર, નિર્ણાયકશ્રીઓ, વ્યાયામ શિક્ષકશ્રીઓ તથા જિલ્લા રમત ગમત કચેરીનો સ્ટાફ ઉત્સાહભેર હાજર રહેલ હતો તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી એન.ડી.વાળાની યાદીમાં જણાવાયુ છે.(૨૩.પ)

(12:35 pm IST)