Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સુરેન્દ્રનગરના વણા ગામમાં આરોગ્ય કેન્દ્રના બેન્ક ખાતામાંથી ૧૧ લાખની ઉચાપત

 વઢવાણ તા.૪: વણા પ્રાથમિક આરોગ્ય કેમ્દ્રના તત્કાલીન મેડિકલ ઓફિસર નંભવાણીયાએ તા.૨૬,૬,૨૦૧૮ના રોજ ઉચાપતની લેખીત જાણ આરોગ્ય ખાતામાં કરી હતી  તેમની બનાવટી સહીથી દવાખાનામાં કમ્પ્યુટર ઓપરેટર રાજેશ મકવાણા એ રૂપિયા ૭૩ હજાર ઉપરાંત ની રકમ બેકમાંથી ઉપાડી લીધાનું જણાવ્યું હતું.

આ અંગેની તપાસમાં બેકના તમામ ખાતાને ચેક કરાવતા રૂ.૭૩ હજાર માથી આ અંકે રૂ.૧૧ લાખ ઉપરાંત પહોચતા ચકચાર ફેલાઇ છે આથી લખતર તાલુકા હેલ્થ ઓફિસર જયેશભાઇ રાઠોડે લખતર પોલીસમાં વણા પીએચસીમા કમ્પ્યુટર ઓપરેટર અને ફાઇનાન્સિયલ આસિસ્ટન્સ તરીકે ફરજ બજાવતા અને જોરાવરનગરમાં રહેતા રાજેશ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.(૯.૩)

(12:31 pm IST)