Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જુનાગઢના વધુ એક વૃદ્ધના બેંક ખાતામાંથી રૂ. ૪૩પ૦૦ ગાયબ

અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરીયાદ

જુનાગઢ, તા. ૪ : જુનાગઢના વધુ એક વૃદ્ધના બેંક ખાતામાંથી રૂ. ૪૩પ૦૦ની ચોરી થયાની પોલીસ ફરીયાદ થઇ છે.

શહેરના આંબેડકરનગરમાં રહેતા ભીખાભાઇ ગેલાભાઇ રાણવા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ એસબીઆઇ બેંકની કાળવા ચોક સ્થિત બ્રાંચમાં બચત ખાતુ ધરાવે છે.

આ ખાતામાંથી કોમ્પ્યુટર સ્ત્રોતના આધારે પ્રથમ રૂ. ર૦ હજાર, બાદમાં રૂ. ૧પ હજાર અને રૂ. ૮પ૦૦ મળી કુલ રૂ. ૪૩પ૦૦ની રકમ ઉપાડી લઇ ફોડ કર્યો હોવાની ફરિયાદ વૃદ્ધે નોંધાવતા સી-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. (૮.૧૦)

(12:30 pm IST)