Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જૂનાગઢ મનપા કર્મચારીઓનું આંદોલન મામલે પોલીસનો બળ પ્રયોગ :યુનિયન પ્રમુખને માર મરાયો :પગમાં ફ્રેક્ચર

આંદોલનકારીઓને મેદાનમાંથી ખદેડવા પોલીસે બળપ્રયોગ કર્યો

 

જૂનાગઢમાં સાતમા પગાર પંચની માંગ સાથે મહાપાલિકાના 936 કર્મચારી આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આંદોલનના ત્રીજા દિવસે મ્યુ. કમિશનરે પોલીસ બોલાવી હતી.અને આંદોલનકારીઓને મેદાનમાંથી ખસેડ્યા હતા.

  આંદોલનકારીઓને મેદાનમાંથી ખદેવવા બળપ્રયોગ કરાયો હતો જેમાં સફાઈ કામદારો તેમજ કેટલાક કર્મચારીઓને નાની મોટી ઈજાઓ થઇ હતી.પરંતુ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ જગદીશ ચુડાસમાને રોડ ઉપર ઢસડીને માર મારતાં પગમાં ફેક્ચર થઇ ગયું હતું. અને સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

(9:05 pm IST)