Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સૌરાષ્‍ટ્ર કેમીકલ ફેકટરીનો ૪થા માળનો ગેસ સેકશનનો ઇમલો બેસી ગયોઃ કલેકટર-લેબર કમિશ્નરે સ્‍થળ વિઝીટ કરીઃ પ્‍લાન્‍ટ બંધ રાખવા આદેશ

પોરબંદર : અહિની સૌરાષ્‍ટ્ર કેમીકલ્‍સ ફેકટરી (નિરમા ગ્રૃપ) માં ગેસ સેકશનનો ૪થા માળનોઇમલો અચાનક તુટી પડતા ફેકટરીના બાંધકામમાં  સારૂં એવું નુકશાન થયેલ આ બનાવ તા. ૩૧ જુલાઇના બનવા પામેલ પરંતુ જે તે સમયે માહિતી ગુપ્ત રાખવામાં આવેલ તેમ જાણવા મળેલ છે.

 આ ફેકટરીમાં  બિલ્‍ડીંગનો ઇમલો પડવાની ઘટનાની જાણ કલેકટર  તથા લેબર કમિશ્નરને  થતા તેમણે ફેકટરીની મુલાકાત લઇ માહિતી મેળવી  હતી. હાલ તો બંને અધિકારીઓએ સંચાલકોને  પ્‍લાન્‍ટ બંધ રાખવા સૂચના આપી હોવાનું જાણવા મળેલ છે.

(10:19 pm IST)