Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જામનગરમાં એસટીના ડિવિઝનલ કંટ્રોલર વિરુદ્ધ મહિલા કર્મચારીએ કરી જાતીય સતામણીની ફરિયાદ :આરોપી જે,આર ,બુચની ધરપકડ

છેલ્લા એક વર્ષથી માનસિક ત્રાસ અને અનૈતિક સબંધો બાંધવા દબાણ કરતો હોવાની રાવ : આગોતરા જમીન અરજી રદ

 

જામનગરમાં એસટી વિભાગના ડિવિઝનલ કંટ્રોલર વિરુદ્ધ મહિલા કર્મચારીએ જાતિય સત્તામણીની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપી અધિકારી જે.આર.બુચની ધરપકડ કરી છે. જામનગર એસટી વિભાગમાં ડિવિઝનલ કંટ્રોલર તરીકે ફરજ બજાવતા અધિકારી વિરુદ્ધ  મહિલા કર્મીએ 24મી જુલાઈએ ફરિયાદ નોંધાવી હતી.

  ફરિયાદ મુજબ જે.આર.બુચ છેલ્લા એક વર્ષથી મહિલા કર્મચારીને માનસિક ત્રાસ આપતા અને અનૈતિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરતા આરોપી અધિકારી દ્રારા જામનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી.

 જોકે, આજે કોર્ટ દ્રારા આગોતરા જામીન અરજી રદ કરવામા આવી હતી. પોલીસ દ્રારા હાલ ડિવિઝનલ કંટ્રોલર જે.આર.બુચની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

(11:04 pm IST)