Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મોરબીના લીલાપર રોડની બિસ્માર હાલત :રાહદારીઓ -વહનચાલકોને પારાવાર મુશ્કેલી

કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત :તાકીદે રીપેર કરવા શિવસેનાની માંગણી

 

મોરબીના લીલાપર રોડ પરના રહેવાસીઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે લીલાપર રોડ પાંજરાપોળથી ફિલ્ટર હાઉસ સુધીનો રોડ પર રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડે તેવો બિસ્માર રોડ છે ચોમાસામાં રોડ પરના ખાડામાં પાણી ભરાય છે તો રસ્તો કિમી જેટલો હોય જે તોડી નાખેલ છે જેથી રાહદારીઓ, વાહનચાલકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે

   લીલાપર રોડ બન્યાને અંદાજે - વર્ષ થયા છે જે રોડ પર ગાબડા પડ્યા છે જે રોડ તાત્કાલિક રીપેર કરવાની માંગ કરવામાં આવી છે અને અને યોગ્ય પગલા ના લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે લત્તાવાસીઓ સાથે શિવસેના મોરબી શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા અને કલેકટરને તૂટેલા રોડ અંગે રજૂઆત કરવામાં આવી છે

(11:50 pm IST)