Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મોરબીના વાઘપરા અને નજરબાગ પાસે જુગાર પર દરોડા : 15 પત્તાપ્રેમીઓ પકડાયા : રોકડ સહિતનો મુદામાલ જપ્ત

 

મોરબી પંથકમાં અને જીલ્લામાં જુગારના ધમધમાટ વચ્ચે પોલીસે વધુ બે સ્થળે દરોડા કરીને ૧૫ જુગારીઓને દબોચી લઈને રોકડ સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

   મોરબી જીલ્લામાં દારૂ અને જુગાર જેવા દુષણોને ડામવા માટે મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ દરોડા કરી રહી છે જેમાં મોરબી સીટી ડીવીઝન પી.આઈ. આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળની ટીમને મળેલી બાતમીને આધારે મોરબીના વાઘપરા વિસ્તારનો રહેવાસી અનવર ઈસ્માઈલ ચાનીયાના મકાનમાં જુગારધામ ધમધમતું હોય જ્યાં પોલીસે દરોડો કરતા આરોપી મકાનમાલિક અનવર ઈસ્માઈલ ચાનીયા, મહમદ ઈસ્માઈલ માંડકિયા, શબીર સુભાન શેખ, મનહર નાનજી પઢીયાર, દર્શિત ઉર્ફે દશો મહેશભાઈ દક્ષિણી, જુસબ સુલેમાન સુમરા, અસગર ઉર્ફે ટકો અબ્દુલ ચાનીયા અને સીદીક ઈસ્માઈલ ચાનીયા એમ આઠ પત્તાપ્રેમીઓને દબોચી ૫૪,૬૦૦ ની રોકડ જપ્ત કરી છે

   જયારે બી ડીવીઝન પોલીસે નજરબાગ નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરતા જાહેરમાં જુગાર રમી રહેલા વસંત ગોવિંદ ચાવડા, બાબુ ગંગારામ ગોહેલ, હિમત રામજી પરમાર, રતિભાઈ અરજણ પરમાર, પ્રેમજી સવજી જાદવ, પ્રવીણ ખીમજી પરમાર, રમેશ મહેશ કકડીયા, એમ સાતને ઝડપી લઈને ૧૬૦૫૦ ની રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(11:47 pm IST)