Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

મોરબીમાં એક જ દિવસમાં ૬ પોઝીટીવ કેસ નોંધાતાં ચિંતાઃ કુલ કેસ ૩૯

મોરબી,તા.૪: જિલ્લામાં કોરનાએ માઝા મૂકી હોય તેમ સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે બપોરે ૩ કેસ બાદ વધુ ૩ કેસ સાથે આજે કુલ ૬ નવા કેસ કોરોના પોઝિટિવ આવતા મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા ૩૯ પર પોહચી ગઈ છે.

મોરબીમાં શુક્રવારે બપોરે રવાપર૬ રેસિડેન્સીમાં રહેતા પરાગભાઈ મોદી અને મહેન્દ્રપરામાં રહેતા જીજ્ઞેશભાઈ નગવાડિયા અને તેમના પિતા કાંતિભાઈ નગવાડિયાના પોઝિટિવ કેસ બાદ વધુ ૩ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં માધાપર, અવની ચોકડી અને પારેખ શેરી વિસ્તારમાં કેસ સામે આવ્યા છે.

જેમાં મળતી વિગત મુજબ માધાપરમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ઘ લીલાવતીબેન સવજીભાઈ પરમાર સંક્રમિત થયા છે. જયારે અવની ચોકડી પાસે રહેતા અને અગાવ પોઝિટિવ આવેલા ડોકટરના સંપર્કમાં આવેલા ૩૦ વર્ષના યુવકનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ વિસ્તારમાં રહેતા પારેખ શેરમાં રહેતા ૩૫ વર્ષના યુવક કેતન પ્રાણજીવનભાઈ વાડરીયાનો રીપોર્ટ પણ પોઝિટિવ આવતા આજના એક જ દિવસમાં કુલ ૬ કેસ નોંધાયા આરોગ્ય સહિતના વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે. બપોર બાદ આવેલા અત્યારના ૩ દર્દીના સેમ્પલ ગઈકાલે મોરબી સિવિલ હોસ્પિટલમાં લેવામાં આવ્યા હતા. મોરબીમાં એક જ દિવસમાં ૬ કેસ નોંધાયા હોય એવું પ્રથમ વાર બન્યું છે. જયારે આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા ૩૯ પર પોહચી ગઈ છે. મોરબીમાં જે રીતે કોરોનાના કેસની સંખ્યા ઝડપભેર વધી રહી છે તે જોતા ટુક સમયમાં જ કોરનાના કેસનો આંકડો ૩ ડિજિટમાં પોહચી જાય તો નવાઈ નહિ. ત્યારે હવે આ સમયે મોરબીવાસીઓએ વધુ જાગૃત થવાની ખાસ જરૂર છે.

ઉલ્લેખનીય છે કે અવની ચોકડી વિસ્તારના પોઝિટિવ કેસના દર્દીનું નામ રિતેશ હરજીભાઇ પટેલ છે. તેઓ શ્યામ પાર્કમાં પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓ કેમિકલ ફેકટરીના માલિક છે. હાલમાં તેઓ મોરબી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. તેઓ અગાઉ કોરોના પોઝિટિવ આવેલ ડો. અંકિત અઘારાની સાથે બપોરે જમતા હતા. તેથી, તેઓ કોરોના સંક્રમિત થયા છે. તેઓને ગત તા. ૧ના રોજ તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં નિદાન કરી દવા લીધી હતી. બાદમાં કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

(11:36 am IST)