Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

મીની વાવઝોડામાં માળીયા હાઇવે ઉપર પેટ્રોલપંપની છત જમીનદોસ્ત.

માળિયા કચ્છ હાઇવે પર વહેલી સવારે બની ધટના

આજે સવારે મોરબી સહિત જિલ્લાભરમાં ફૂંકાયેલ મીની વાવઝોડામા માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ એક પેટ્રોલપંપનો છત સહિતનો ઇમલો ધરાશયી થયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે માળીયા કચ્છ હાઇવે ઉપર વાવાઝોડા જેવો પવન ફૂંકાતા પેટ્રોલપંપનું છજુ નીચે પડ્યું હતું. જો કે, આ ધટના માં કોઈ જાનહાનિ થઈ ન હતી. તોફાની પવનમાં પેટ્રોલપંપનો ઇમલો ધરાશયી થતા થોડો સમય માટે અફરાતફરી મચી ગઇ હતી

 

(10:37 pm IST)