Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

શનિવારથી પૂ.મોરારીબાપુની તલગાજરડામા ૮૪૪મી રામકથાઃ માત્ર ત્રણ જ શ્રોતા અને સંગીત વગરની પ્રથમ કથાઃ દરરોજ સવારે આસ્થા પર લાઇવ પ્રસારણ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ વ્યાસપીઠના બધા ફલાવર્સ અને વિશ્વભરના રામકથા પ્રેમિયો માટે ખૂબજ મહત્વપૂર્ણ શુભ સમાચાર આવ્યા છે. તલગાજરડાના જે ત્રિભુવન વટવૃક્ષ નીચે લગભગ પ૯ વર્ષ પહેલા મોરારીબાપુએ માત્ર  ૧૪ વર્ષની ઉમરમા પ્રથમ  કથા કરી હતી આજ વૃક્ષ નીચે ૬ જૂન ૨૦૨૦ શનિવારના દિવસથી નવ દિવસિય રામકથા થવા જઇ રહી છે. આ મોરારીબાપુની ૮૪૪મી કથા  છે. લોકડાઉનના ૬૧ દિવસ બાપુએ આ ત્રિભુવન વટવૃક્ષ નીચે જૂલની વ્યાસપીઠ યાની ઝુલાથી રોજ હરિકથા સંભળાવી છે. જેનુ અમે બધાએ શ્રવણ કર્યુ છે.

૬ જૂન ૨૦૨૦થી શરૂ થનાર આ કથાની ખાસ વાત એ છે કે જે રીતે બાપુની પ્રથમ કથા સંગીત વગર હતી એજરીતે આ કથા પણ સંગીત વગર હશે. પ્રથમ કથામા ફકત ત્રણ શ્રોતા હતા. આ કથામાં પણ ત્રણ શ્રોતા હશે. આનો મતલબ છે કે કથા સાંભળવા માટે કોઇપણ શ્રોતા આ ફોલઅર્સને તલગાજરડા જવાનુ નથી. કથા શરૂ થવાનો સમય પ્રતિદિન સવારે ૯.૩૦ આસ્થા પર લાઇવ પ્રસારણ થશે.

(11:36 pm IST)