Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

જી.જી. હોસ્પિટલના પુર્વ ઇન્ચાર્જ અધિક્ષક બાહરી હજુ એક મહિના સુધી જામનગર પરત નહી આવે

સરકારે ફરી એક મહિના માટે ડેપ્યુટેશન વધારતા અનેક તર્ક વિતર્ક

જામનગર : સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જી.જી.હોસ્પીટલના પુર્વ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. નંદીની બાહરી હજુ વધુ એક મહિનો જામનગર આવી નહી શકે ,પૂર્વ સુપ્રિ. બાહરી ને ડેપ્યુટેશન ઉપર આરોગ્ય કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે પંદર દિવસ માટે નિમણુંક નો હુકમ થયેલો ત્યારે ડો.બાહરી 15 દિવસમાં પરત આવી જશે તેવી ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ સરકારે ફરી એક મહિના માટે આ ડેપ્યુટેશન વધારતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે કે શું બાહરી કોવિડ-19 કામગીરી ના નિષ્ણાંત છે કે જામનગરથી દૂર રાખવા માટેની આ યોજના છે,કેમ કે જામનગરની જી.જીહોસ્પીટલની કામગીરી તેમના કાર્યકાળમાં ખુબ ચર્ચાસ્પદ રહી હતી.

(2:06 pm IST)