Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

અમરેલી જિ.માં ભીમ અગીયારસે જુગાર રમતા ૪૦૮ જુગારીઓને ઝડપી લેવાયા

રોકડ રકમ વાહન મોબાઇલ સહિત રૂ.૧૦,૨૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો

અમરેલી, તા.૪: સૌરાષ્ટ્ર પ્રાંતમાં ર્ંભીમ અગીયારર્સં ના તહેવાર ઉપર જુગાર રમવાનું ચલણ હોય અને આ જુગારથી દ્યણા પરિવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે તો કેટલાક પાયમાલ પણ થતાં હોય છે. ર્ંઅમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયની સુચનાથી જુગારની બદીને સમાજમાંથી દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા અમરેલી જિલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.

જેથી કાયદેસર કાર્યવાહી કરવા જુગારની સ્પેશ્યલ ડ્રાઇર્વં ગોઠવી ખાસ એકશન પ્લાન અન્વયે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જુગાર રમતાં ઇસમો ઉપર રેઇડો કરી, કુલ ૪૦૮ જુગારીઓને પકડી પાડી તેમની સામે જુગારધારા હેઠળ કડક અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

અમરેલી જીલ્લાના જુદા જુદા વિસ્તારમાં જુગાર રમતા ઇસમો પાસેથી કુલ ર્ંરોકડા રૂ.૮,૭૫,૫૩૫/-ર્ં તથા જુગાર રમવા ઉપયોગમાં લેવાયેલ જુગારના સાધનો/સાહિત્ય, વાહનો તથા મોબાઇલ ફોન મળી ર્ંકુલ કિં.રૂ.૧૦,૨૯,૨૭૫/- નો જુગારનો મુદ્દામાલ પકડી પાડેલ છે.( 

(1:00 pm IST)