Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ભાવનગરમાં વધુ ર કોરોના પોઝીટીવઃ કુલ કેસ ૧૩૦

ભાવનગર તા.૪ : ભાવનગરમાં આજે વધુ બે પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક વધીને ૧૩૦ થયો છે.

ભાવનગરમાં કોરોનાના કેસો વધી રહયા છે. આજે ગુરૂવારે વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેરનાં સરદારનગર ઘોઘા તાલુકા પ૦ વારીયામાં રહેતા રમઝાનભાઇ ઇસાભાઇ મોદન (ઉ.વ.૩પ) તથા શહેરના આનંદનગર વિસતારમાં રહેતા ધનજીભાઇ દુધાભાઇ સોલંકી (ઉ.વ.૬૬)નો રીપોર્ટ પોઝીટીવ આવતા બન્નેને સરટી હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

આજે આવેલા બંન્ને પોઝીટીવ દર્દીઓ ગઇકાલે જે પોઝીટીવ કેસ આવેલ તેનાં સંપર્કમાં હતા અને  બંન્ને અમદાવાદની હિસ્ટ્રી ધરાવે છે.

આજના બે કેસથી ભાવનગરમાં કોરોનાના કુલ આંક વધીને ૧૩૦ થયો છે.

(12:17 pm IST)