Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

શાપર વેરાવળમાં 'બુધવારી' ભરાઇઃ ગ્રામ પંચાયત દ્વારા માસ્ક સેનેટાઇઝર બોટલ અપાઇ

શાપર વેરાવળઃ શાપર વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા શેરીએ શેરીએ રિક્ષા દ્વારા માઈકમાં જાહેરાત કરીને જાહેર જનતા ને જાણ કરવામાં આવેલ છતાં વેરાવળ ગામના મેઈન રોડ પર બુધવારી ભરી ફેરિયાઓ મેળાવડો કરતા હોય અને અંદાજીત ૪ હજાર જેટલા વ્યકિતઓ ભેગા થતા હોય અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ના થતું હોય તથા ફેરિયાઓ દ્વારા મોઢે માસ્ક પણ બાંધેલ ના હોય જેથી જાહેરનામાનો ભંગ થતો હોય જેની જાણ કરવા છતાં પોતાની રેકડીઓ લીધેલ ના હોય વેરાવળ ગામમાં કોરોના વાયરસનો ફેલાવોના થાય તે માટેથી મેઈન રોડ પર રાખેલી રેકડીઓ જપ્ત કરી ત્યારબાદ વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા દરેક ફેરિયાઓને કોરોના વાયરસ નું સંક્રમણ ના ફેલાઈ તે માટે સાવચેતીના ભાગરૂપે કોરોના વાયરસ ની જાણકારી તથા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ દરેક ફેરિયાઓને વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા ૫૦ ML ની એક બોટલ સેનીટાઈજર તથા કાપડના ૪ નંગ માસ્ક વિના મૂલ્યેઙ્ગ આપવામાં આવેલ છે, તેમજ તેમની રેકડિઓ અને માલસામાન પરત આપવામાં આવેલ છે.

(11:31 am IST)