Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

જૂનાગઢ જિલ્લામાં અસરકારક નિયંત્રણ અને જનજાગૃતિ દ્વારા સક્રિય જનભાગીદારી કેળવવા ઉજવાશે મેલેરીયા માસ

મેલેરીયાથી બચવાના ૭ ઉપાયો અપનાવોઃ મેલેરીયાના રોગચાળામાં ઉત્ત્।રોત્ત્।ર ઘટાડોઃ ચોમાસામાં પોતાના જ ઘર તથા ઘરની આજુબાજુ વરસાદી પાણી ન ભરાય તેની કાળજી રાખવી

જૂનાગઢ,તા.૪: મેલેરીયાના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસુમદાયની સક્રિય ભાગીદારી મેળવવા દર વર્ષે જુન  માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં ઙ્ગલોકોને મેલેરીયા થી બચવા ૭ ઉપાયો અપનાવવા જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધીકારીએ ડો. ચેતન મહેતાએ અનુરોધ કર્યો છે.

મેલેરીયાથી સ્વ બચાવના ૭ ઉપાયોમાં ઘરની આસપાસ પાણીનો ભરાવો ન ભરાઇ, ઘરની આસપાસ પાણીથી ભરાયેલ ખાડા-ખાબોચિયા માટીથી પુરાવી દો. ખાડા-ખાબોચિયામા ભરાયેલા પાણી નીક બનાવી વહેવડાવી દો અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરો. ઘરમા પાણી ભરાયેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરો. સુવા માટે જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો જ ઉપયોગ કરો. ઘરમા પાણી ભરાયેલ તમામ પાત્રો અઠવાડિયે એક વખત ખાલી કરો, અંદરથી ઘસીને સાફ કરી, તડકે સુકવી ફરીથી ભરો. સાંજના સમયથી ઘરના બારી-બારણા બંધ રાખો અથવા બારીઓમાં ઝીણી જાળી લગાડો, જેથી મચ્છર ઘરમાં પ્રવેશી ન શકે તે માટે સ્વબચાવના ૭ ઉપાયો અપનાવવા લોકોને અનુરોધ કરવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ  સરકારી દવાખાનાઓમાં મેલેરીયાના નોંધાયેલા કેસના આંકડા જોઇએ તો ૨૦૧૫ માં ૩૪૮૧૬૦ લોહીના નમુના લેવાયા હતા જે પૈકી ૪૪૪ ને પી. વાયવેકસ અને ૭૪ ને પી. ..ફાલ્સીફારમ, ૨૦૧૬ માં ૩૬૮૦૪૯  લોહીના નમુના લેવાયા હતા જે પૈકી ૩૬૩ ને પી. વાયવેકસ અને ૨૩ ને પી. ..ફાલ્સીફારમ, ૨૦૧૭ માં ૩૨૭૭૦૧ લોહીના નમુના લેવાયા હતા જે પૈકી ૩૩૭ ને પી. વાયવેકસ અને ૧૮ ને પી. ..ફાલ્સીફારમ, ૨૦૧૮ માં ૨૮૪૪૭૭ લોહીના નમુના લેવાયા હતા જે પૈકી ૨૬૩ ને પી. વાયવેકસ અને ૦૪ ને પી. ..ફાલ્સીફારમ, ૨૦૧૯ માં ૩૨૩૩૮૯ લોહીના નમુના લેવા હતા જે પૈકી ૨૪૯ ને પી. વાયવેકસ અને ૨૯ ને પી. ..ફાલ્સીફારમ મેલેરીયા થયો હતો. આમ ઉત્ત્।રોત્ત્।ર મેલેરીયાના રોગના દર્દીઓ માં ઘટાડો થયો છે.  

સરકાર સાથે છેલ્લાં કેટલાક વર્ષોથી જુદા જુદા વિભાગો, પ્રાઇવેટ પ્રેકટીશનરો, પદાધિકારીશ્રીઓ, લોક આગેવાનો, સ્વૈચ્છીક સંસ્થાઓના સંકલન તથા લોકોની જાગૃતિ દ્વારા મેલેરીયા કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહેલ છે અને રાષ્ટ્રીય વાહકજન્ય રોગનિયત્રણ કાર્યક્રમ અંતર્ગત રાજય સરકાર દ્રારા વર્ષ ૨૦૨૨ સુધીમાં 'મેલેરીયા મુકત ગુજરાત' લક્ષ્યાંક રાખેલ છે. આવો, આપણે સૌ મળીને આપણા સમાજને મેલેરીયા મુકત બનાવવામા આપણુ યોગદાન આપીએ

હાલની કોવિદ-૧૯ ની પરિસ્થિતિને જોતા સોશિયલ ડિસ્ટન્સીંગ જેવી બાબતોને ધ્યાને લઇ જનજાગૃતિ કોવિદ-૧૯ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ તથા આશા દ્વારા ઘરો ઘર સર્વેલન્સના સાથે સાથે ઇન્ટરપર્સનલ કોમ્યુનીકેશન અંતર્ગત લોકોને મેલેરીયા રોગ વિશે તથા તેનાથી કેવી રીતે બચી શકાય અને મચ્છર ઉત્પતિ અટકાવવાની પધ્ધતિઓની સમજ અપાશે.

આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા મેલેરીયા અધિકારી ડો. રાદડીયાએ કહયુ કે, હાલમાં જાન્યુઆરીથી જુન સુધીનો સમયગાળો સામાન્ય રીતે મેલેરીયા ટ્રાન્સમીશન માટે અનુકુળ નથી. (વર્ષાઋતુ દરમ્યાન અને ત્યાર પછી જુલાઇ થી નવેમ્બર સુધીમાં મેલેરીયા રોગનો ફેલાવો વધુ થાય છે) ટ્રાન્સમીશન સીઝન પહેલા અને ખાસ કરીને જુન માસ દરમ્યાન ઝુંબેશરૂપે લોકોમાં પેરેસાઇટ લોડને સર્વેલન્સ ન્યુનતમ કક્ષાએ લઇ જઇ તેમજ પોરાનાશક કામગીરી ઘનિષ્ટ બનાવી મચ્છર ઉત્પતિ સ્થાનો નાશ કરવામાં આવે તો ભવિષ્યમાં તાવ/રોગચાળાના/મેલેરીયાના ઉપદ્રવની શકયતા નિવારી શકાય છે

: સંકલન :

અર્જૂન પરમાર

માહિતી ખાતુ, જૂનાગઢ

(11:30 am IST)