Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિકટ પરિસ્થિતિમાં પ્રસૂતિ

જસદણ તા.૪  :  કમળાપુર ગામે  શ્રીમતી નીતાબેન ભૂપતભાઈ દૂધરેજીયા ઉ. વર્ષ ૨૭ ની કુલ ૧૧ તપાસ કરવામાં આવેલ હતી જે પૈકી ૭(સાત) આરોગ્ય તપાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કમળાપૂર ખાતે કરવામાં આવેલ. સમયાંતરે કરાતી તપાસ દરમ્યાન તા. ૦૬-૦૩-૨૦૨૦ ના રોજ સબ – સેન્ટર – કમળાપુર – ૧ ખાતે સગર્ભાનું હિમોગ્લોબીન ૭.૦% જ આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ.એન.વાય. તપાસ દ્વારા ફરી હિમોગ્લોબીન ૭.૦% આવેલ જેથી પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા અભિયાન અંતર્ગત સગર્ભાને એનિમિયાની ગાઈડલાઇન મુજબ ૧૬-૦૩-૨૦૨૦ સુધીમાં તત્કાલીક ઇન્જેકશન નો કોર્ષ પૂર્ણ કરાવવામાં આવ્યો અને પોષણક્ષમ આહાર,પૂરક દવા વગેરેનું આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. સંભવીત ડીલવરી તારીખ નજીક હોઇ તા.૨૯-૦૫-૨૦૨૦ ના આશાબેન શિલ્પાબેન એ. વાસાણી દ્વારા રૂબરૂ ફરી સંસ્થાકીય સારવાર મેળવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કમળાપુર ખાતે આવેલ જે દરમ્યાન તેઓનું હિમોગ્લોબીન ૧૧ %, ૯૭, બિપી, વજન ઊંચાઈ જેવા નિયત તપાસ સામાન્ય હોવાનું અને જરૂરી સૂચનો અપાયા. તા. ૨૯-૦૫-૨૦૨૦ના બપોરે સુવાવડનો દુઃખાવો થતાં આશાબેન દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કમળાપુર ખાતે તબિયત બતાવવા આવ્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કમળાપુરના ફિમેલ હેલ્થ સુપરવાઈજર - વી.જે. ઠુમર, ફીમેલ હેલ્થ વર્કર – જલકબેન સી નિમાવત સ્ટાફ નર્સ – દેવીકાબેન બી. રામાણી અને પારેવાળા કમ્યુનીટી હેલ્થ ઓફિસર કાજલબેન એચ મકવાણા દ્વારા મેડિકલ ઓફિસર ડી.કે. ગોસાઇ ના સીધા માર્ગદર્શન તળે નોર્મલ ડિલવરી કરાવેલ, જેમાં બાળકના ધબકારા, માતાનું લોહીનું દબાણ અને તાપમાન વગેરેની કાળજી લેવામાં આવેલ હતી. ડિલવરી બાદ અચાનક માતાને એટોનિક પિપિએચની પરિસ્થિતિ મેડિકલ ઓફિસર  ડી.કે. ગોસાઇ દ્વારા નિદાન થતાં એસઓપી ગાઈડલાઇન મુજબ ઓકિસતોસિન ઇન્જેકશનની સારવાર દ્વારા સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત થાય ત્યાં સુધી સંપૂર્ણ સ્ટાફ દ્વારા ખડે પગે સારવાર અપાઇ. આમ, ઓછા હિમોગ્લોબીન ધરાવતી સગર્ભાનો સંપૂર્ણ તંદુરસ્ત સુવાવડ કરી માતૃ- બાળ કલ્યાણની સંતોષકારક કામગીરી કરવામાં આવેલ. અને જેથી કરીને નિતી આયોગનું મુખ્ય પહેલું પગથીયું માતા મરણ અટકાવવા ને સાકાર કરી બતાવ્યુ.

(11:29 am IST)