Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

જૂનાગઢ જિલ્લાનો વાર્ષિક ક્રેટીટ પ્લાન ખુલ્લો મુકતા જિ.કલેકટર સૌરભ પારઘી

જૂનાગઢ,તા.૪: જૂનાગઢ જિલ્લાની લીડ બેંક દ્વારા તૈયાર કરવામાં આવેલ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નો વાર્ષિક ધિરાણ પ્લાન જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘીના હસ્તે અનાવૃત કરી જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જુદા જુદા ક્ષેત્રોમાં ચાલુ વર્ષમાં કુલ ધિરાણના લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે.

કૃષિક્ષેત્રે(કે.સી.સી.) પાક ધિરાણ અંતર્ગત રૂપિયા ૪૦૯૦ કરોડ, કૃષિ ક્ષેત્રે ટર્મ લોન, એલાઈડ, ઈન્ફ્રાસ્ટ્રકચર એનસીલરી હેતુ માટે રૂપિયા ૭૩૫ કરોડ, NFS અને MSME સૂક્ષ્મ નાના (નોટ ફાર્મ સેકટર) અને મિડિયમ ઉદ્યોગો માટે રૂપિયા ૮૦૦ કરોડ તથા ઓપીએસ એટલે કે અધર પ્રાયોરિટી સેકટર જેવા કે હાઉસિંગ લોન, એજયુકેશન લોન, વાહન લોન, પર્સનલ લોન વગેરે માટે રૂપિયા ૫૬૬ કરોડ આવી રીતે કુલ પ્રાયોરિટી સેકટરમાં રૂપિયા એકસાઇડ ૬૧૯૧ કરોડ ધીરાણ રકમ નક્કી કરવામાં આવેલ છે. આ પ્રસંગે લીડ ડિસ્ટ્રિક મેનેજર શ્રી વાઘાણીએ પ્રારંભે ક્રેડિટ પ્લાન્ટ ની વિગતો આપી હતી.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એજીએમ યોગેન્દ્ર છાલકે તથા બેંક ઓફ બરોડાના ડીઆરએમ  શૈલેષકુમાર,નાબાર્ડનાં જિલ્લા અધિકારી કીરણ રાઉત, ફાઈનાન્સિયલ લીટરસી કાઉન્સિલર અશોક કાથરોટીયા, લીડબેંક સહાયક હિતેશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અંતમાં કલેકટર ડો.પારઘીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એજીએમ શ્રી છાલકે ને ઉષ્માપૂર્વક આવકાર આપી ચાલુ વર્ષ બેંક ક્રેડીટ ધારણાનાં બધા લક્ષ્યાંક સરળતાથી સંપન્ન થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

(11:28 am IST)