Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

પોરબંદરમાં ઉધઇ મારવાની દવા છાંટયા બાદ રૂમમાં સુવા ગયેલ દંપતીને ઝેરી અસરઃ સારવારમાં

પોરબંદર તા. ૩ :.. મેમણવાડામાં રૂમમાં ઉધઇ મારવાની દવા છાંટયા બાદ સુવા ગયેલ આફરીનબેન અને તેના પતિ મુઝમલ અબ્‍દુલ કાદીર સંધી બન્‍ને ઝેરી અસર થતા ઉલ્‍ટી થવા લાગતા સારવાર માટે ભાવસિંહજી સરકારી હોસ્‍પિટલે ખસેડાયેલ છે.

મુસ્‍લીમ દંપતીએ પોતાના મકાનના રૂમમાં ઉધઇ મારવાની દવા છાંટી હતી અને દવાની પડીકા મુકી રૂમ બંધ કરી દીધો હતો ત્‍યારબાદ થોડા કલાકો બાદ રાત્રે સુવા ગયેલ ત્‍યારે ઝેરી અસર થતાં બન્નેને સારવાર માટે ખસેડાયેલ છે. કીર્તિ મંદિર પોલીસ સ્‍ટેશનના પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

(11:49 am IST)