Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

મોરબીની યુવતી પર દુષ્કર્મ ગુજારી પતાવી દઇ સળગાવી દીધી'તી

ગઇકાલે સર્કિટ હાઉસ પાછળ કેપાબેન મુણીયા (ઉ.રપ) ની સળગેલ હાલતમાં લાશ મળ્યાની ઘટનામાં ઘટસ્ફોટઃ મૃતકને મજૂરી કામે લઇ જઇ કડીયા કામ કરતા રવિ દલવાડીએ કૃત્ય આચર્યુઃ રવિ પોલીસના સકંજામાં : ઓળખ ન થાય તે માટે પરપ્રાંતીય યુવતીને પતાવી દઇ રવિએ લાશ સળગાવી દિધી'તી

મોરબી, તા૪: મોરબીમાં દિનપ્રતિદિન હત્યા, ચોરી મારમારીના બનાવો વધતા જાય છે ત્યારે મોરબીમાં વધુ એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના સર્કીટ હાઉસ પાછળના ભાગે નવા બનતા રહેણાંક મકાનમાં યુવતી સાથે દુષ્કર્મ કરીને ગળે ટુપો દઈને મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો છે આ ધટનાથી મોરબીમાં ચકચાર મચી જવા પામી છ

ગઈકાલે સાંજના સુમારે મોરબીના સર્કીટ હાઉસ પાછળ નવા બની રહેલા મકાનમાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી ટીમો સ્થળ પર દોડી ગઈ હતી ગંભીર ઘટનાને પગલે ડીવાયએસપી પણ સ્થળ પર પહોંચ્યા હતા મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે પોલીસે ઝુપડાઓમાં તપાસ કરતા તેની માતાએ ઓળખ કરી હતી અને મોરબી ડીવીઝન પોલીસ મથકમાં માતાએ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે

મૃતક યુવતીની માતા કે.જે મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર ટાવર વાળી શેરીમાં રહે છે (મૂળ મધ્યપ્રદેશ) કમલાબેન મેશભાઈ તાજસીંગએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી કેપાબેન પંકેશભો મુણીયા ઉ.૨૫) રહે-પાંચપીપળાઙ્ગ મધ્યપ્રદેશ વાળીને આરોપી રવિભાઈ દલવાડીએ કડિયા કામની મજુરી કામે લઇ જવાના બહાને લઇ જઈને ફરિયાદીની દીકરી કેપાબેન સાથે દુષ્કર્મ કરી કોઈ કારણોસર કપડાથી તેને ગળા ટુપો દઈ મોત નીપજાવી લાશની ઓળખ ન થાય તે માટે લાશને સળગાવી નાખી હતી અને મૃતદેહ મોરબીના સર્કીટ હાઉસ પાછળ નવા બની રહેલ રહેણાંકમાંથી મળી આવ્યો હોય તેવી ફરિયાદ નોંધાવી છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ ચાલવી છે. મૃતક યુવતી બે દિવસથી જ આરોપી સાથે કામ પર જતી હોવાનું જાણવા મળ્યું છે તેમજ આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ બનાવે મોરબી પંથકમાં ખળભળાટ મચાવ્યો છે.

(11:48 am IST)