Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

વિકલાંગ કલ્યાણ સંઘ-વિસનનગર ખાતે દિવ્યાંગોને નિઃશુલ્ક તાલીમ, શિક્ષણ નિવાસની સુધિધા અપાશે

દેવભૂમિ દ્વારકા તા.૪, ઉત્ત્।ર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ, વિસનગર સંસ્થા દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા માન્ય વિકલાંગ તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રમાં દિવ્યાંગોને (૧) કોમ્પ્યુટર(એમએસઓફિસ, ડેટા એન્ટ્રી, ટેલી એકાઉન્ટ, ડીટીપી) (૨) શિવણ (૩) સ્ક્રીન પ્રિન્ટીંગ તથા ઓફસેટ પ્રિન્ટીંગ કામ (૪) બુક બાઇન્ડીંગ (૫) સંગીત (૬) ફાઇલ મેકીંગ (૭) ગુહવિજ્ઞાન અને બ્યુટી પાર્લરની તાલીમમાં વિના મૂલ્યે જૂન-૨૦૧૯થી પ્રવેશ આપવવાનું ચાલુ છે.

 આ ઉપરાંત મંદબૂધ્ધિના બાળકોની નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા લાભાર્થીઓએ તેમજ પ્રવેશ અપાવવા ઇચ્છતા વાલીઓેએ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો. ઉચ્ચ અભ્યાસ કરવા દિવ્યાંગ વિધાર્થીઓને છાત્રાલયમાં પ્રવેશ નિઃશુલ્ક આપવામાં આવે છે. સંસ્થામાં ચાલતા સ્વરોજગારીના કોમ્પ્યુટરમાં તેમજ શિવણ આઇ.ટી.આઇ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર મહિલા તાલીમાર્થીને માસિક રૂપિયા ૨૫૦૦ અને અન્ય તમામ આઇ.ટી.આઇ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર પુરૂષ તાલીમાર્થીઓને માસિક રૂપિયા ૫૦૦નું સ્ટાઇપેન્ડ આપવમાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

તાલીમ શિક્ષણ અને નિવાસની સુવિધા મેળવવા ઈચ્છતા દિવ્યાંગ ભાઇ-બહેનોએ માનદમંત્રી, ઉત્ત્।ર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ, વિકલાંગ સેવા પરીસર, વિસનગર-વિજાપુર હાઈવે, માજુપુરા પાટીયા પાસે, મું.કુવાસણા તા.વિસનગર જિ.મહેસાણા ફોન.૦૨૭૬૫૨૮૧૨૧૦ સમયઃ સોમવાર થી શનિવાર ૧૨ થી ૫ દરમ્યાન પ્રવેશ મેળવવા માટે પોતાના અસલ તેમજ ઝેરોક્ષ ડોકયુમેન્ટ સહિત રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે. દરેક કેટેગરીના દિવ્યાંગ વિધાર્થીઓને નિવાસી વ્યવસ્થા અલગ અલગ આપવામાં આવશે. કુમાર અને કન્યા છાત્રાલયની અલગ વ્યવસ્થા ઉપલબ્ધ છે.

(10:26 am IST)