Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

મીઠાપુરમાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી પંખીડાનો આપઘાત

જામરાવલના યુવક અને પરપ્રાંતિય યુવતિએ મોત મીઠુ કરી લીધુ

પ્રથમ તસ્‍વીરમાં યુવતિનો મૃતદેહ, બીજી તસ્‍વીરમાં યુવકનો મૃતદેહ તથા છેલ્લી તસ્‍વીરમાં પરપ્રાંતીય યુવતિનો ફાઇલ ફોટો (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

જામનગર તા. ૪ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુરમાં ટ્રેન હડફેટે પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામરાવલ ગામનાં સંજય નામના યુવકને અને એક પરપ્રાંતિય યુવતિ વચ્‍ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

ત્‍યારબાદ આજે ઓખા-મીઠાપુર વચ્‍ચે ઓખા-ભાવનગર ટ્રેન હડફેટે જીવ આપી દેવાનું નકકી કર્યુ હતું.

પરંતુ ટ્રેન પહેલા એન્‍જીન નીકળતા એન્‍જીન હડફેટે ઝંપલાવીને બન્ને એ મોત મિઠુ કરી લીધુ હતું.

બન્ને ના મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે હોસ્‍પિટલે ખસેડયા હતાં.

(11:38 am IST)