Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

માળીયાના મોટા દહીસરા ગામે ખેતરમાં ભોંય ટાકામાંથી દારૂ સંતાડનાર ત્રિપુટી ઝડપાઇ : મોરબીના આરોપીનું નામ ખુલ્યુ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૪: માળીયા મિયાણા પોલીસે મોટા દહીંસરા ગામે ખેતરમાં ભોંય ટાંકામાંથી દારૂનો જથ્થો છુપાવી દારૂની હેરફેર કરતા ત્રણ શખ્સોને દારૂ અને ટ્રેકટરની ટ્રોલી સહિત કુલ ૨.૮૩ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે જયારે આ કેસમાં મોરબીના એક શખ્સનું નામ પણ ખુલ્યું છે.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ ની સુચના થી જિલ્લામાં દારૂની બદી નાબૂદ કરવાની હોય જેમાં માળીયા મિયાણા પી.એસ.આઇ એન.એચ ચુડાસમા તથા સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી મોટા દહીંસરા વિવેકાનંદનગરની રેલ્વે ફાટકની બાજુમાં આવેલ કુભાતરના રસ્તે આવેલ ખેતરમાં રેડ કરતા ખેતરમાં બનાવેલ અન્ડર ગ્રાઉન્ડ ભોય ટાંકામાંથી વિદેશી દારૂ રાખી હેરાફેરી કરતા કુલદીપસિંહ સુખુભા જાડેજા , રવિરાજસિંહ જગતસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, રહે ત્રણય મોટા દહિસરા આરોપીઓને ૧૦૮ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપયા હતા. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત મુજબ આ કેસમાં જલ્પેશભાઇ વિનોદભાઇ ખાખી, રહે.મોરબી વાળાનું નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો પોલીસે દ્યટના સ્થળેથી દારૂની બોટલ ૧૦૮ કિમત રૂપિયા ૩૩,૩૦૦ તથા મહિન્દ્રા ટ્રેકટર તથા ટ્રોલી કિમત રૂપિયા ૨,૫૦,૦૦૦ કુલ રૂપિયા ૨.૮૩ લાખના મુદામાલ કબજે કર્યાં છે

આ રેડ ની કામગીરી માં પી.એસ.આઈ એન.એચ.ચુડાસમા, શકિતસિંહ ઝાલા, શેખાભાઇ મોરી, અજીતસિહ પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, હિતેશભાઇ મકવાણા, સંજયભાઇ રાઠોડ, જયપાલભાઇ લાવડીયા, વિશ્વરાજસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા વગેરે એ કરી હતી.

(1:02 pm IST)
  • પાંચમીએ ભાજપના મોટા પાયે રાષ્ટ્રવ્યાપી ધરણા પૂર્વે આવતીકાલે ૪ મે થી બે દિવસની પશ્ચિમ બંગાળની મુલાકાતે જે.પી.નડ્ડા દોડયા : ચૂંટણીઓ પુરી થયા પછી પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા અને તોફાનોના પગલે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મંગળવારથી પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે જઇ રહ્યાનું જાણવા મળે છે. access_time 12:06 am IST

  • બંગાળ હિંસાઃ વડાપ્રધાને ખૂન-ખરાબા અંગે ચિંતા વ્યકત કરી : રાજ્યપાલ સાથે વાત કરી રીપોર્ટ માંગ્યોઃ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યોઃ સીબીઆઈ તપાસની માંગણી access_time 4:07 pm IST

  • અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર ઍકાઉન્ટ સસ્પેન્ડ બંગાળના ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તીજનક ટ્વીટ કર્યુ હતુ access_time 12:58 pm IST