Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કચ્છના ભચાઉના યુવાનને અમદાવાદમાં ડિટેકટ થયો કોરોના પોઝિટિવ

ગાંધીધામના જાણીતા તબીબ ડો. મોરખિયાની હોસ્પિટલમાંથી અમદાવાદ મોકલાયા બાદ ત્યાં રિપોર્ટમાં આવ્યો કોરોના, તંત્રએ સંપર્કમાં આવનારાઓની શરૂ કરી તપાસ

(ભુજ) કચ્છના ભચાઉના યુવાનને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થયું છે. જોકે, આ યુવાનને લીવરની બીમારીની સારવાર દરમ્યાન ગાંધીધામથી અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં તેનું સેમ્પલ લેવાતાં તે યુવાનને કોરોના પોઝિટિવ હોવાનું ડિટેકટ થયું છે. દારૂ પીવાની આદત ધરાવતો આ યુવાન ગાંધીધામના જાણીતા તબી ડો. મોરખિયાની હોસ્પિટલમાં દાખલ હતો. આ યુવાનને કોરોના પોઝિટિવ હોવાનું ડિકલેર થયા બાદ આરોગ્ય વિભાગે ગાંધીધામના તબીબ સહિત હોસ્પિટલમાં અને તે યુવાનના સંપર્કમાં આવનાર પરિવારજનો સહિત તમામની માહિતી એકત્ર કરી આગળ સેમ્પલ લેવા સહિતની કામગીરી શરૂ કરી છે.

(10:06 pm IST)