Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પ્રો. જયરાજસિંહ જાડેજાની નિયુકિત

ધ ક્રાન્તીગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના રેગ્યુલર વાઈસ ચાન્સેલર તરીકે હાલમાં એમ.એસ. યુનિવર્સિટી બરોડા ખાતે ફરજ બજાવતા પ્રો. જયરાજસિંહ દિલાવરસિંહ જાડેજાની સરકારે નિયુકિત કરી છે. પ્રો. જે.ડી. જાડેજા એમ. એસ. વડોદરા ખાતે મેનેજમેન્ટ વિભાગના ડીન અને અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આશરે છેલ્લા બે વર્ષથી એટલે કે (૨૦૧૮થી) કચ્છ યુનિવર્સિટી ખાતે રેગ્યુલર વાઈસ ચાન્સેલરની નિયુકિત બાબતે કોકડુ ગુંચવાયેલ હતું અને આ બે વર્ષ દરમિયાન ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે સૌપ્રથમ પ્રો.દર્શનાબેન ધોળકીયા અને ત્યારબાદ હાલમાં કોમર્સ વિભાગના પ્રો. પી.એસ.હિરાણી વાઈસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ ગુંચવાયેલા કોકડા વચ્ચે આજરોજ ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર વાઈસ ચાન્સેલર તરીકે પ્રો.જે.ડી.જાડેજાની નિયુકિત કરી છે. પ્રો. જે.ડી. જાડેજા ઉત્કૃષ્ટ શૈક્ષણિક કારકીર્દી ધરાવે છે અને તેઓ હવે પછી ૩ વર્ષ માટે કચ્છ યુનિવર્સિટી ખાતે કુલપતિ તરીકે કાર્યરત રહેશે. સંભળાતી ચર્ચા પ્રમાણે તેઓ આર.એસ.એસ. સાથે પણ સંકળાયેલા હોવાનું મનાય છે. તેઓ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(4:29 pm IST)