Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જસદણના લાખાવડ ગામ પાસે બે બાઇક વચ્ચે ટક્કરમાં એકનું મોત : ૧ ગંભીર

આટકોટ, તા. ૪ : જસદણના લાખાવડ ગામ પાસે બે બાઇક સામ-સામે અથડાતા એકનું મોત થયું છે. જયારે એક બાઇક ચાલકને ગંભીર ઇજા હોય જસદણ પ્રાથમિક સારવાર બાદ રાજકોટ ખસેડેલ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જસદણથી સાત કિ.મી. દૂર આવેલ લાખાવડ ગામથી જસદણ તરફ આવતા રોડ ઉપર આજે સવારે ૯-૩૦ વાગ્યે બે બાઇક સામ-સામા ધડાકા સાથે અથડાઇ પડતા ધીરૂભાઇ લીંબાઇ ઓળકીયા (કોળી) રહે. રાજાવડલા તથા ધીરજભાઇ રણછોડભાઇ કાકડીયા (લેઉવા પટેલ)ને ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત જસદણ ખસેડવામાં આવ્યા હતાં.

જસદણ સરકારી દવાખાને સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત ધીરૂભાઇ લીંબાઇનું મોત થયું હતું. જયારે ધીરજભાઇ રણછોડભાઇ કાકડીયા રે. જામનગર જીલ્લાના ડાંગરવાડા વાળાને ગંભીર ઇજા થઇ હોય જસદણ દવાખાને પ્રાથમિક સારવાર બાદ રાજકોટ ખસેડેવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતાં જસદણ ૧૦૮ના પાઇલોટ દેવાયતભાઇ રાઠોડ અને ઇ.એમ.ટી. કિશોરભાઇ તેમજ જસદણ પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતાં.

(1:04 pm IST)