Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

મોરબી પાલિકા દ્વારા મીઠાઇ ફરસાણનો ૩૦૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ

મોરબી,તા.૪:  નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા શહેરમાં ચેકિંગ ઝુંબેશ શરુ કરવામાં આવી છે જેમાં અગાઉ મોરબી શહેરમાં ચેકિંગ કર્યા બાદ સામાકાંઠા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું સામાકાંઠા વિસ્તારની મીઠાઈ, ફરસાણ અને બેકરીની ૧૦ થી વધુ દુકાનોમાં તંત્રએ ચેકિંગ હાથ ધર્યું હતું.

આ ચેકિંગમાં મીઠાઈ, બેકરી અને ફરસાણની એકસપાઈરી ડેટ વાળી ચીજવસ્તુઓનો જાથ્થો મળી આવતા તંત્રએ અંદાજે ૩૦૦ કિલો જેટલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો.

(12:03 pm IST)